VIDEO: અદાણી CNG ગૅસના ભાવ વધારી દેતા અમદાવાદ રિક્ષાચાલક યુનિયને કર્યો વિરોધ
VIDEO: અદાણી CNGએ ફરી એકવાર ગૅસના ભાવમાં 1 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. જે બાદ અદાણી CNG ગૅસનો ભાવ વધીને પ્રતિ કિલોએ 82.38 રૂપિયા થયો છે. જેને અમદાવાદ રિક્ષાચાલક યુનિયને વિરોધ કર્યો છે. સીએનજી ભાવવધારો પડ્યા ઉપર પાટું સમાન છે. કપની દ્વારા ભાવવધારો પાછો ખેચવાની માંગ કરવામાં આવી છે. અદાણી કંપની ભાવવધારો નહી ખેચે તો પેટ્રોલ ઉપર રિક્ષા ચલાવવાની ચિમકી ઉચ્ચારી છે. અદાણી સીએનજી કંપની દ્વારા ગૅસના વારંવાર ભાવ વધતા રિક્ષા ડ્રાઇવરો દ્વારા આ ભાવ વધારાને સખત શબ્દોમાં વિરોધ કર્યો છે.
સીએનજી ગૅસમાં અદાણી કંપની દ્વારા ભાવ હતો તે આજરોજ 1 રૂપિયો વધારી દીધો છે. એકબાજું મોંઘવારી વધી રહી છે. બીજું કે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ટુ-વ્હીલર ગેરકાયદેસર ચાલી રહ્યા છે તેના લીધે પણ ધંધામાં અસર પડી રહી છે. કંપનીમાં અને સરકારમાં અમારી વિનંતી છે કે સીએનજી ગૅસનો ભાવ વધારો કરવામાં ન આવે. કારણ કે આ ભાવવધારો સીએનજીનો પેટ્રોલ અને સમકક્ષ બની ગયો છે. તો હવે ભાવવધારો થશે તો તમામ રિક્ષાચાલકો ન છૂટકે પેટ્રોલમાં રિક્ષા ચલાવવા મક્કમ બન્યા છે.

