Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO/ Illegal mining busted, property worth 52 lakhs seized

VIDEO/ ગેરકાયદે રેતી ખનન પર તવાઈ, 52 લાખનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભોલગામડાની સીમમાં ભાદર નદીના કાંઠે ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે SOG રાજકોટ ગ્રામ્ય અને ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન લીઝ ધારક રતીલાલ ડઢાણીયા મંજૂર કરાયેલા લીઝ વિસ્તારની બહાર ગેરકાયદેસર રીતે રેતીનું ખોદકામ અને સંગ્રહ કરતા ઝડપાયા હતા. ટીમે સ્થળ પરથી એક એક્સ્કેવેટર મશીન, 7 ટ્રકો તેમજ અંદાજે 500 મેટ્રિક ટન રેતી જપ્ત કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે 51 લાખ 90 હજાર રૂપિયા હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

App Store