Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : VIDEO/ GPSC Class 1-2 Exam in Rajkot: Intensive checking of candidates

VIDEO/ રાજકોટમાં GPSC વર્ગ ૧-૨ની પરીક્ષા: ઉમેદવારોનું સઘન ચેકિંગ

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટમાં આજે GPSC વર્ગ ૧-૨ની પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ રહી છે. પરીક્ષાના શાંતિપૂર્ણ અને સુરક્ષિત આયોજન માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. શહેરના કુલ ૨૮ પરીક્ષા કેન્દ્રો પર કુલ ૫,૯૫૪ ઉમેદવારો પોતાના ભવિષ્યનું નિર્ધારણ કરવા માટે પરીક્ષા આપી રહ્યા છે.કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉમેદવારોના પ્રવેશ સમયે ઈલેક્ટ્રીક ગેજેટ્સ, મોબાઈલ ફોન અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા ઉમેદવારોને નિર્ધારિત સમય પહેલા કેન્દ્ર પર પહોંચવા અગાઉથી સૂચના આપવામાં આવી હતી. પરીક્ષાને લઈને તંત્ર સતર્ક છે.

App Store

 

ટોપિક્સ:RAJKOTgpsc exam