VIDEO: રાજકોટના રૈયા રોડ પર અકસ્માત: સગીર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા
સોર્સ : GSTV
રાજકોટના રૈયા રોડ પર પૂરપાટ ઝડપે દોડી રહેલી એક કારએ સ્કૂટર સહિત બેથી ત્રણ વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સ્કૂટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ વર્ના કારના ચાલકે સ્પીડબ્રેકર પર કાબૂ ગુમાવતા અનેક વાહનોને ટક્કર મારી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કારચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. કાર સગીર ચલાવતો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

