VIDEO: રાજકોટના આજી ડેમ પાસે નકલી પોલીસ બનીને લોકો પાસે તોડ કરતા એક યુવકનો પર્દાફાશ
સોર્સ : gstv
રાજકોટના આજી ડેમ પાસે નકલી પોલીસ બનીને લોકો પાસે તોડ કરતી એક યુવકનો પર્દાફાશ થયો છે. રોડ પર વાહનો અટકાવી પોલીસના નામે ચેકિંગ કરી રહેલા આ શખ્સો પાસે જ્યારે એક જાગૃત નાગરિકે આઈકાર્ડ માંગ્યું, ત્યારે તેમની પોલ ખુલી ગઈ હતી.પોતાનો ભાંડો ફૂટતા જ બંને તોડબાજો પોતાની કાર લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે આજીડેમ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

