VIDEO:"ઉપલેટામાં તંત્રની સજ્જતા: મોકડ્રીલ દ્વારા ચોમાસા સામેની તૈયારીઓનું કર્યું નિરીક્ષણ."
સોર્સ : GSTV
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આગામી ચોમાસા-2026ને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર દ્વારા મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવ મંદિર નજીક મોજ નદીના ચેકડેમમાં વ્યક્તિ ડૂબી રહ્યો હોવાનો ઇમરજન્સી મેસેજ કંટ્રોલ રૂમને મળતા જ નગરપાલિકાની ફાયર ટીમ, પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર વિભાગે સફળ રેસ્ક્યુ ઓપરેશન કરીને વ્યક્તિને હોસ્પિટલ ખસેડ્યો હતો. બાદમાં સમગ્ર ઘટના માત્ર મોકડ્રીલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. રાજકોટ કલેક્ટર અને ધોરાજી પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ કવાયત દ્વારા ચોમાસાની આપત્તિ સામે તંત્રની સજ્જતાની ચકાસણી કરવામાં આવી હતી.

