Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot news: Police decision to make it mandatory for those riding bikes in Rajkot to wear helmets from September 8

Rajkot news: 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં બાઈક પાછળ બેઠેલાને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાતનો પોલીસનો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 24 Jul 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot news: 8 સપ્ટેમ્બરથી રાજકોટમાં બાઈક પાછળ બેઠેલાને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાતનો પોલીસનો નિર્ણય
સોર્સ : GSTV

 Rajkot news: રાજકોટમાં પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ, આર.ટી.ઓ.-પોલીસની ડ્રાઇવ સહિતને લઈને ચર્ચા કરાઈ હતી. રાજકોટ શહેર પોલીસે આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ ફરજિયાત પહેરવાને લઈને નિર્ણય કર્યો છે. 

App Store

બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત

રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇકચાલક અને પાછળ બેસનારે ફરજિયાત હેલ્મેટ પહેરવાને લઈને પ્રેસ રિલીઝ જાહેર કરી છે. પોલીસ કમિશ્નરે તહેવારના દિવસો પૂર્ણ થયા બાદ શહેરમાં હેલ્મેટને લઈને મેગા ડ્રાઇવ શરુ કરવાનો આદેશ કર્યો છે. 

રાજકોટ શહેર પોલીસનો નિર્ણય: આગામી 8 સપ્ટેમ્બરથી બાઇકચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત 2 - image

 રાજકોટ શહેર ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે, શહેરમાં ટુ-વ્હીલર વાહન ચાલકો હેલ્મેટ ન પહેરતા જીવલેણ અકસ્માત બને છે. વાહન ચાલકે હેલ્મેટ ન પહેર્યા હોય તેવી 20 અકસ્માતની ઘટનામાં 20 વ્યક્તિના મૃત્યુ થયા છે, જ્યારે 10ને ગંભીર ઈજા પહોંચી છે.