VIDEO:રાજકોટ હાઈવેના અકસ્માતે મોટી મોલડીમાં શોક, પાંચ લોકોના મોત
સોર્સ : GSTV
ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. ગત સાંજે રાજકોટ હાઈવે પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં ગામના પાંચ લોકોના મોત નિપજ્યા હતા. તમામ મૃતકો કુવાડવા નજીકની ફેક્ટરીમાં મજૂરી કામ કરતા હતા અને કામ પૂર્ણ કરી ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. આજે ચાર મૃતકોની અંતિમ યાત્રા ગામમાં નીકળતાં કરૂણ દૃશ્યો સર્જાયા હતા. મેઘાણી અને ડાભી પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પરિવારનું ગુજરાન ચલાવતા સભ્યો ગુમાવતાં અનેક પરિવારો આર્થિક અને માનસિક સંકટમાં મુકાઈ ગયા છે.

