Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : rajkot gondal spice factory raid food safety department

ગોંડલ / મરચું-હળદર સહિતના શંકાસ્પદ મસાલા ઝડપાયા, આંકડો જાણીને ચોંકી જશો

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ગોંડલ / મરચું-હળદર સહિતના શંકાસ્પદ મસાલા ઝડપાયા, આંકડો જાણીને ચોંકી જશો
સોર્સ : GSTV
Gondal News: રાજ્યમાં ખાણીપીણીની વસ્તુમાં ભેળસેળ અને ઘી, ચીઝ સહિત નકલી જથ્થો ઝડપાયાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે રાજકોટમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 17 જૂન, 2026ના રોજ ગોંડલના ભીમવાડી ખાતે મે. સત્યમ મસાલાની ફેક્ટરીમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ફેક્ટરીમાંથી રૂ.1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
App Store
 

ગોંડલની મસાલાની ફેક્ટરીમાં તંત્રના દરોડા

 
ખોરાક અને ઔષધ નિયમન તંત્રની તપાસ દરમિયાન મસાલાની ફેક્ટરીમાંથી કુલ ચાર શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ધાણા અને કોર્ન પાઉડરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં અંદાજિત રૂ.8,22,620 કિંમતનો 6,766 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે.
 
આ ઉપરાંત, મરચું અને હળદર પાઉડરના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં રૂ.1,02,81,585ની કિંમતનો આશરે 28,671 કિલોગ્રામ શંકાસ્પદ પાઉડરનો જથ્થો સીઝ કર્યો છે.
 

કુલ 1.11 કરોડનો જથ્થો જપ્ત

 
તંત્રના દરોડામાં ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી રૂ.1,11 કરોડનો કુલ 35,527 કિલોગ્રામ ચાર શંકાસ્પદ મસાલાના પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
 

શંકાસ્પદ નમૂના ગુણવત્તા ચકાસણી માટે મોકલ્યા

 
જપ્ત કરાયેલો જથ્થાના નમૂનાઓને ગુણવત્તા ચકાસણી માટે માન્ય પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના અહેવાલના આધારે, ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ હેઠળ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.