VIDEO/ RAJKOT; 8 વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો
સોર્સ : gstv
રાજકોટમાં આઠ વર્ષ પહેલા થયેલી હત્યાનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે. ડિસેમ્બર 2018માં આજી નદીના પટમાંથી એક બાળકનું ધડ વિનાનું માથું મળી આવ્યું હતું, જેના કારણે ભારે ચકચાર મચી હતી. DNA ટેસ્ટના આધારે મૃતક બાળકની ઓળખ પશ્ચિમ બંગાળના રહેવાસી તરીકે થઈ છે. તપાસમાં સામે આવ્યું કે ઠેકેદાર અઝમતમુલા મજૂરી માટે બાળકોને રાજકોટ લાવ્યો હતો. બાળક કામ ન કરતું હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી. 7 જૂન 2025ના રોજ પોલીસે અઝમતમુલાના કબજામાંથી 21 બાળકોને મુક્ત કરાવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ હત્યાની કબૂલાત આપતા કેસનો ભેદ ઉકેલાયો છે. હવે પોલીસે જેલમાંથી કબજો મેળવી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

