Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot gold merchant robbed in Bihar

VIDEO: Rajkotનો સોની વેપારી બિહારમાં લૂંટાયો; પોલીસ લખેલી ગાડી, સફેદ શર્ટ-ખાખી પેન્ટ પહેરીને આવેલા લોકોએ આ રીતે ચલાવી 25 કરોડના સોનાની લૂંટ!

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

બિહારના દાનાપુર વિસ્તારમાં રાજકોટના એક જાણીતા વેપારીના કર્મચારીઓ પાસેથી અંદાજિત ₹25 કરોડની કિંમતના 17 કિલો સોનાની ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી છે. રાજકોટની 'કે.વી. એન્ડ સન્સ' નામની પેઢીના કર્મચારીઓને નિશાન બનાવી લૂંટારુઓએ પોલીસ અને કસ્ટમ ઓફિસરનો સ્વાંગ રચી આ મોટી વારદાતને અંજામ આપ્યો છે.

App Store

મળતી માહિતી મુજબ સુનીલભાઇ ફીચડીયાનાં બે માણસો મહેશ મામતોરા અને પ્રિન્સ રામપરીયા અમદાવાદથી સહરસા એક્સપ્રેસ ટ્રેનમાં 17 કિલો સોનું લઇ બિહારના દાનાપુર પહોંચાડવા રવાના થયા હતા. બંને સોનાના દાગીના ભરેલી બેગ લઇ દાનાપુરના રેલવે સ્ટેશને ઉતરી ઓટો રિક્ષામાં બાકરગંજ તરફ જઇ રહ્યા હતા ત્યારે શનિવારે બપોરે પાંચથી સાત લૂંટારૂઓએ સૌથી પહેલાં તેમની રિક્ષા આંતરી હતી. 

લૂંટારૂઓએ કસ્ટમ ઓફિસરની આપી ઓળખ

 થોડી વારમાં જ ત્યાં અન્ય લૂંટારૂઓ કાર અને બે બાઇક ઉપર પહોંચ્યાં હતા. કાર ઉપર પોલીસનું સ્ટીકર લગાડેલું હતું. લૂંટારૂઓએ સફેદ શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યું હતું. તેમણે પોતાની ઓળખ કસ્ટમ અધિકારીઓ તરીકે આપી સોનાના દાગીના ભરેલી બેગ લઇ લીધી હતી. ત્યાર પછી પ્રિન્સ રામપરીયાને સ્થળ પર જ મુકી મહેશ મામતોરાને પોતાની કારમાં બેસાડી રવાના થઇ ગયા હતા. થોડે દૂર તેને પણ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ થતાં ખગૌલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. 

થોડીક વારની તપાસના અંતે લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી કાર મળી આવતાં કબજે લેવાઇ હતી. તેની સાથે એક બાઇક અને ખાલી બેગ પણ મળી આવ્યાં હતાં. ભોગ બનનારા બંને કર્મચારીઓએ પોલીસને જણાવ્યું કે લૂંટારૂઓ અસલી કસ્ટમ અધિકારીઓની જેમ વ્યવહાર કરી રહ્યા હતા, જેને કારણે તેમને શરૂઆતમાં તેમની ઉપર શંકા પણ ગઇ ન હતી. તપાસમાં એવુ પણ સામે આવ્યુ કે, લૂંટારુઓએ સતત પાંચ દિવસ રેકી કરી હતી. હાલ બિહાર પોલીસે ટેકનિકલ ટીમની મદદથી આરોપીઓને પકડવાની કવાયત હાથ ધરી છે. 

સોનાના દાગીના ભરેલી બેગમાંથી GPS  કાઢી નાખ્યું

સોનાના દાગીના ભરેલી બેગમાં GPS પણ લગાડેલું હતું. લૂંટારૂઓએ બેગ પોતાના કબજામાં લીધા બાદ સૌથી પહેલાં તેમાંથી GPS ઉખાડીને ફેંકી દીધું હતું. પૂર્વયોજિત કાવતરૂં રચી આ લૂંટ ચલાવવામાં આવ્યાનાં તારણ પર પોલીસ પહોંચી છે.