VIDEO: Rajkot મનપાની ચૂંટણી પૂર્વે શહેર કોંગ્રેસે 'જનતા મેનિફેસ્ટો' જાહેર કરીને વચનોનો પિટારો ખોલ્યો
સોર્સ : gstv
રાજકોટ મનપાની ચૂંટણી પૂર્વે શહેર કોંગ્રેસે 'જનતા મેનીફેસ્ટો' જાહેર કરીને વચનોનો પિટારો ખોલ્યો છે. કોંગ્રેસે 70 વાર સુધીના મકાનોમાં વેરા માફી, પાણી વિતરણનો સમય વધારીને 45 મિનિટ કરવા અને મહિલા-વિદ્યાર્થીઓ માટે ફ્રી સિટી બસની જાહેરાત કરી છે. આ ઉપરાંત, દરેક વોર્ડમાં ડિજિટલ શાળા, 24 કલાક આરોગ્ય કેન્દ્ર અને મહિલાઓ માટે ભરતીમાં 50 ટકા પ્રાધાન્ય જેવા આકર્ષક વચનો આપ્યા છે. હવે જોવાનું એ રહેશે કે આ વાયદાઓ જનતાને રિઝવવામાં કેટલા સફળ સાબિત થાય છે

