VIDEO: RAJKOTમાં ભરઉનાળે ચોમાસુ! શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે ઝરમર વરસાદ
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે ઝરમર વરસાદ શરૂ થયો હતો. આ કમોસમી વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પલળી ગયા હતા અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. જોકે, ઉનાળાની સિઝનમાં વરસાદી ઝાપટાં પડતા વાહનચાલકોમાં આશ્ચર્ય અને ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. હાલ સમગ્ર શહેરમાં વાદળછાયું વાતાવરણ યથાવત છે.

