VIDEO: રાજકોટ: ભાજપના આગેવાને મનપા કર્મચારીને આપી ધમકી, વીડિયો વાયરલ
સોર્સ : gstv
રાજકોટમાં મહાનગરપાલિકાના એક કર્મચારીને જિલ્લા ભાજપના આગેવાન ગિરીશ પરમાર દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વોર્ડ નંબર ૧૩/૮ ની બોર્ડર પર મણીચોક નજીક ડ્રેનેજની કામગીરી ચાલુ હતી ત્યારે ભાજપના આગેવાને કર્મચારી સાથે અપશબ્દોનો પ્રયોગ કરી "અમે તારા બાપ અને દાદા છીએ" તેવી ભાષામાં ધમકાવ્યા હતા. કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ગંભીર બાબતે અત્યાર સુધી મનપા કે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન કે કાર્યવાહી કરવામાં આવી નથી.

