VIDEO: રાજકોટના લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં વરસાદી તાંડવ: સ્થાનિકોની હાલાકી ચરમસીમાએ
સોર્સ : gstv
રાજકોટ શહેરમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં લોકોની હાલાકી વધી છે. કાલાવડ રોડ પર આવેલા લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં કીચડ અને પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે. છેલ્લા બે દિવસના વરસાદે સમગ્ર વિસ્તારને બેટમાં ફેરવી દીધો છે. રસ્તા, પીવાના પાણી અને ગટર જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગઈ રાત્રે પડેલા વરસાદમાં અનેક ઘરો સુધી પાણી ઘૂસી જતાં લોકો પરેશાન બન્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆતો છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી અને તંત્ર તેમની ફરિયાદો સાંભળવા પણ તૈયાર નથી.

