ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મહિલાઓને ફસાવી, લોન રિકવરી એજન્ટ બની પોલીસે આરોપીને દબોચ્યો
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને અનેક મહિલાઓને પ્રેમના જાળમાં

રાજકોટ જિલ્લાના જેતપુરમાં ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને અનેક મહિલાઓને પ્રેમના જાળમાં ફસાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આરોપી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી મહિલાઓ સાથે સંપર્ક સાધતો હતો. થોડા દિવસો પહેલાં જેતપુર સિટી પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીએ ફેક આઈડી પરથી મેસેજ કર્યા બાદ રાજકોટના કેટલાક શખ્સોએ તેને માર માર્યો હતો.
ફેક એકાઉન્ટ બનાવી અનેક મહિલાને છેતરી
સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવનાર આરોપીની ઝડપી તેની તપાસ કરાતા અનેક ઘટનાઓનો ઘટસ્ફોટ થયો હતો.
લોન રિકવરી એજન્ટના વેશમાં જઈને પોલીસે ધરપકડ કરી
આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપીએ ફેક એકાઉન્ટ દ્વારા અનેક મહિલાઓ સાથે વાતચીત કરીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસે લોન રિકવરી એજન્ટના વેશમાં આરોપીના ઘરે જઈને તેની માહિતી એકત્ર કરીને તેની ધરપકડ કરી.
હાલ પોલીસ આ યુવકે કેટલી મહિલાઓને ફસાવી. કોઈની પાસેથી પૈસા પડાવ્યા છે કે નહીં તે તમામ બાબતોની તપાસ કરી રહી છે.






