Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Mega drive against adulterers in Rajkot

VIDEO : રાજકોટમાં ભેળસેળિયાઓ સામે મેગા ડ્રાઇવ

Timeછેલ્લું અપડેટ : 15 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભેળસેળયુક્ત ખોરાક વેચનારાઓ સામે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મેયર ડૉ. નેહલ શુક્લએ ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું છે કે, આજથી જ આખા વર્ષ માટે શહેરમાં ભેળસેળ વિરોધી મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. મેયરે ભેળસેળિયા તત્વો પર આકરા પ્રહારો કરતા તેમને 'આતંકીઓ' સાથે સરખાવ્યા હતા અને કહ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ આતંકી ષડયંત્ર જેટલું જ મોટું પાપ કરી રહ્યા છે. આ ડ્રાઇવ અંતર્ગત તૈયાર ખાદ્યપદાર્થોથી લઈને અનાજ સુધીની ત્રણ અલગ-અલગ કેટેગરીમાં કડક ચેકિંગ હાથ ધરાશે. લેબોરેટરીમાં સેમ્પલનું ઝડપી પરીક્ષણ થાય તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મેયરે લોકોને અપીલ કરી છે કે, આવા લેભાગુ તત્વોની માહિતી તંત્રને આપી આ ઝુંબેશમાં સાથ આપે.

App Store
ટોપિક્સ:gstvrajkotcorporationgstv news