Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Internal strife within the BJP in Keshod over demands for the resignation of three women.

Rajkot news: કેશોદમાં મેન્ડેટ મુદ્દે વિના કારણે ૩ મહિલાનાં રાજીનામાં મગાતાં ભાજપમાં ભડકો

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot news: કેશોદમાં મેન્ડેટ મુદ્દે વિના કારણે ૩ મહિલાનાં રાજીનામાં મગાતાં ભાજપમાં ભડકો
સોર્સ : gstv

 કેશોદ શહેર ભાજપમાં હોદ્દો ધરાવતા ત્રણ મહિલાઓને કે તેના પરિવારના સભ્યોને મેન્ડેટ અપાયો ન હોવા છતાં જિલ્લા ભાજપ દ્વારા તેમને મેન્ડેટ આપ્યા અંગેની માહિતી પ્રદેશમાં મોકલવામાં આવી હતી. હવે આ મહિલા હોદ્દેદારોને રાજીનામું આપવા કહેવામાં આવ્યું છે. આ બાબતથી આશ્ચર્ય ફેલાયું છે અને સ્થાનિક ચૂંટણી પૂર્વે ભાજપ આગેવાનોના આવા રાજકારણથી મહિલા હોદ્દેદારોમાં નારાજગી વ્યાપી છે.

App Store

તાજેતરમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દ્વારા જૂનાગઢ જિલ્લામાં જે શહેર-તાલુકા કે મંડળમાં હોદ્દો ધરાવતા હોય તેને અથવા તેના પરિવારમાંથી કોઈપણને ચૂંટણીનો મેન્ડેટ આપ્યો હોય તેની યાદી માંગવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લામાંથી આવી યાદી મોકલવામાં આવી હતી, જેમાં કેશોદ શહેર ભાજપના ઉપપ્રમુખ વૈશાલીબેન કનેરીયા, શોભનાબેન સાવલીયા અને મધુબેન ધનેશાનું નામ મોકલવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ ત્રણેય મહિલા હોદ્દેદારોને કે તેના પરિવારના કોઈ સભ્યને પક્ષ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો નથી તેમ છતાં તેમના નામ જેમને મેન્ડેટ આપવામાં આવ્યા છે તેની યાદીમાં સમાવિષ્ટ કરી તે પ્રદેશકક્ષાએ મોકલવામાં આવ્યા છે.

આ અંગે કેશોદ શહેર ભાજપ ઉપપ્રમુખ વૈશાલીબેને જણાવ્યું હતું કે, 'મને કે મધુબેન અને શોભનાબેનને મેન્ડેટ મળ્યો નથી છતાં અમારા નામ પ્રદેશમાં મોકલવામાં આવ્યા છે. પ્રદેશમાં અમે ચૂંટણી લડીએ છીએ તેમ સાબિત થશે પરંતુ અમને કોઈ મેન્ડેટ આપવામાં આવ્યો નથી. પ્રદેશમાંથી મારા નામનો મેન્ડેટ આવ્યો હતો પરંતુ અન્યને ટિકિટ આપી દેવામાં આવી હતી. તેની સામે કોઈ વાંધો નથી પરંતુ જેને મળ્યો છે તેના નામ મોકલવાના બદલે જેને મેન્ડેટ નથી મળ્યો તેના નામ પ્રદેશમાં મોકલવામાં આવ્યા છે. હવે સ્વૈચ્છિક રાજીનામું આપવા માટે કહેવામાં આવે છે.' મહિલા હોદ્દેદારો સાથે આવા રાજકારણથી રોષ ફેલાયો છે. આ અંગે રજુઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.