India republic day: વીરપુર ખોડલધામમાં મા ખોડલને તિરંગાના વાઘા, ખોડિયાર જયંતી પર્વની ભવ્ય ઉજવણીનો VIDEO
India republic day: આજે મહાસુદ આઠમના દિવસે માં ખોડલની જયંતિની નિમિતે ખોડલધામ ખાતે અન્નકોટ,ઘ્વજા રોહણ,યજ્ઞ સાથે સાથે પ્રજાસત્તાક દિવસ જેવા ત્રિવિધ કાર્યક્રમ દ્વારા ખોડલ જયંતીની ભાવિકોના માનવ મહેરામણ વચ્ચે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનું વિખ્યાત અને સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર એવા ખોડલધામ ખાતે આજે મહાસુદ આઠમના દિવસે ખોડલ જયંતિ નિમિતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા મા ખોડલને અન્નકૂટ છપનભોગ ધરાવાયો હતો, તેમજ આજે ખોડલ માતાજીના પ્રાગટ્ય દિવસને લઈને દિવસ દરમિયાન સાત જેટલી ધ્વજા રોહણ કરવામાં આવશે, આજે ખોડિયાર જયંતીએ ખોડલધામ મંદિરે સૌ કોઈ મા ખોડલને દર્શન કરી ધન્યતા અનુભવતા હતાં. સાથે સાથે આજે ખોડલધામ ખાતે 77મો પ્રજાસત્તાક દિવસ પણ ઉજવાય રહ્યો છે,જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવીને ખોડલધામના તમામ સ્ટાફ દ્વારા રાષ્ટ્રગીત ગાઈને ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું તેમજ મોં મીઠા કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ખોડલધામ મંદિર પરિસર સહિત તિરંગાથી સુશોભિત કરાયું છે તેમજ મા ખોડલ માતાની પ્રતિમાને પણ તિરંગાના વાઘા પહેરાવવામાં આવ્યા હતા,લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતીક ખોડલધામ મંદિર જ્યારથી નિર્માણ થયું. ત્યારથી જ ધર્મની ધજા સાથે સાથે રાષ્ટ્રધ્વજ પણ કાયમી માટે ફરકે છે જે કદાચ વિશ્વનું એક માત્ર ખોડલધામ મંદિર છે,આજે દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે ખોડલધામ કાગવડ ખાતે પણ રાષ્ટ્રના રંગે રંગાઈને ધામધૂમ પૂર્વક ઉજવણી કરાય હતી,
ખોડલધામ મંદિર પરિસરમાં ભાવિકો ભારત માતાના તેમજ ખોડલ માતાના જયજયકાર સાથે ગરબે ઘૂમ્યા હતા, પ્રજાસત્તાક દિવસ અને સાથે આજે માં ખોડિયાર માતાજીની જન્મ જયંતી દિવસે હજારો ભાવિકોએ ખોડલ માને શીશ ઝૂકાવીને ધન્યતા અનુભવી હતી.

