Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : India Republic Day: Dwarka Islands Painted in Tricolour: Marine Task Force and Navy Salute at Sea, See Amazing Pictures

India republic day : તિરંગાના રંગે રંગાયા દ્વારકાના ટાપુઓ: મરિન ટાસ્ક ફોર્સ અને નેવીએ ભરદરિયે સલામી આપી, જુઓ અદભુત તસવીરો

Timeછેલ્લું અપડેટ : 26 Jan 2026
લાઇવ ટીવીGoogle News
India republic day : તિરંગાના રંગે રંગાયા દ્વારકાના ટાપુઓ: મરિન ટાસ્ક ફોર્સ અને નેવીએ ભરદરિયે સલામી આપી, જુઓ અદભુત તસવીરો
સોર્સ : GSTV

India republic day : આજે સોમવારે(26 જાન્યુઆરી, 2026) ભારતના 77મા પ્રજાસત્તાક પર્વની દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી, ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ દરિયાની વચ્ચે દેશભક્તિનો જબરો જુસ્સો બતાવ્યો છે. જિલ્લા પોલીસ, મરીન ટાસ્ક ફોર્સ અને ભારતીય નેવીના સંયુક્ત ઉપક્રમે દરિયામાં આવેલા 15 જેટલા દુર્ગમ ટાપુઓ પર રાષ્ટ્રધ્વજ લહેરાવી ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી.

App Store

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 11 - image

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 9 - image

દુર્ગમ ટાપુઓ પર સુરક્ષા દળોનો હરખ
દ્વારકાનો દરિયાકાંઠો વ્યુહાત્મક રીતે અત્યંત મહત્ત્વનો છે. આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ અને નેવીની ટીમોએ દરિયાઈ માર્ગે ખાસ પેટ્રોલિંગ કરી અઝાડ, ધબધબો, લેફામારુડી, માનમરુડી, સામિયાણી, રોજી, સિયાયડી અને ગાડૂ જેવા 15 નિર્જન અને દુર્ગમ ટાપુઓ પર પહોંચી હતી. આ ઉપરાંત કાળુભાર, ભૈદર, ખારા ચુસણા, મીઠા ચુસણા, દિવડી, કૂડચલી અને આસાભા ટાપુઓ પર પણ ગર્વ સાથે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 3 - image

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 4 - image

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 5 - image

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 6 - image

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 7 - image

સુરક્ષા અને દેશભક્તિનો સંદેશ
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણીની સાથે દરિયાઈ સીમાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પણ હતો. ભરદરિયે આવેલા આ ટાપુઓ પર જ્યારે તિરંગો લહેરાયો અને 'ભારત માતા કી જય'ના નારા ગુંજ્યા, ત્યારે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. મરીન ટાસ્ક ફોર્સ અને નેવીના જવાનોએ આ રીતે ઉજવણી કરીને દુશ્મનોને ભારતની અતૂટ સુરક્ષા શક્તિનો પરચો પણ આપ્યો છે.

સમુદ્ર મધ્યે ગુંજ્યો રાષ્ટ્રગાનનો નાદ: દેવભૂમિ દ્વારકાના 15 દુર્ગમ ટાપુઓ પર લહેરાવાયો તિરંગો, જુઓ આકર્ષક તસવીરો 2 - image