VIDEO : રાજકોટમાં ગાંજાની ગેરકાયદેસર ખેતીનો પર્દાફાશ, 13 લાખની કિંમતનો જથ્થો ઝડપાયો
સોર્સ : gstv
રાજકોટના ત્રંબા નજીક આવેલા એક ખેતરમાં ગાંજાની ગેરકાયદેસર ખેતીનો પર્દાફાશ થયો છે. આજીડેમ પોલીસને મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ખેતરમાંથી ગાંજાના નાના-મોટા 37 છોડ કબજે કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાના છોડની અંદાજિત કિંમત 13 લાખ રૂપિયા હોવાનું પોલીસનું કહેવું છે. આ કેસમાં પિયુષ શંભુ રૈયાણી નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરી આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

