Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Hoarding of commercial gas cylinders exposed in Jetpur

Rajkot: જેતપુરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરીનો પર્દાફાશ, વાસુકી ઉદ્યોગનગરમાંથી 93 ગેસ સિલિન્ડર જપ્ત

Timeછેલ્લું અપડેટ : 08 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot: જેતપુરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરીનો પર્દાફાશ, વાસુકી ઉદ્યોગનગરમાંથી 93 ગેસ સિલિન્ડર જપ્ત
સોર્સ : GSTV

રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા જેતપુરના ભાદરના સામા કાંઠે આવેલા વાસુકી ઉદ્યોગનગરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીં માનવ જિંદગી જોખમાય તે રીતે અનઅધિકૃત રીતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી કરનારા તત્વોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે પોલીસે ગેસ એજન્સીના સંચાલક અને ટેક્સટાઇલના સંચાલક વિરુદ્ધ  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

App Store

મળતી માહિતી મુજબ, વાસુકી ઉદ્યોગનગરમાં આવેલા ખેતલીયા ટેક્સટાઇલ નામના એકમમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી કરવામાં આવતી હતી. અહીં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ સાડીના કારખાનાના મશીનો ચલાવવા માટે થતો હતો. કોઈપણ પ્રકારની સુરક્ષા કે મંજૂરી વગર આ રીતે ગેસ સિલિન્ડરનો સંગ્રહ કરવો એ આસપાસના વિસ્તાર માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

SOGની રેડ દરમિયાન સ્થળ પરથી અલગ-અલગ કંપનીના ભરેલા અને ખાલી મળી કુલ 93 નંગ કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. આટલા મોટા જથ્થામાં ગેસ સિલિન્ડર પ્રોવાઈડ કરનારા જેતપુરની 'મહાદેવ ગેસ એજન્સી' સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. તંત્રએ તાત્કાલિક અસરથી મહાદેવ ગેસ એજન્સીને સીઝ કરી દીધી છે. આ બિનઅધિકૃત સંગ્રહખોરી અને સુરક્ષાના નિયમોના ભંગ બદલ પોલીસે મહાદેવ ગેસ એજન્સીના સંચાલક તેમજ ખેતલીયા ટેક્સટાઇલના સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.