Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Fatal attack on youth on Dhoraji Road, serious head injury

Rajkot: ઝાપા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલો, માથામાં ગંભીર ઈજા; આરોપી સામે અગાઉ પણ હુમલાનો આક્ષેપ

Timeછેલ્લું અપડેટ : 11 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ઉપલેટાના ધોરાજી રોડ પર ઝાપા વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. રિહાન રિયાઝ સુર્યા નામનો યુવક મોટરસાયકલ પર જઈ રહ્યો હતો ત્યારે અકરમ નામના શખ્સે બાઈક આડું રાખી તેને અટકાવ્યો હતો. બાદમાં અકરમે રિહાનને મૂઢમાર મારી જોરદાર ધક્કો મારતા યુવક રસ્તા પર પટકાયો હતો. ઘટનામાં રિહાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયો છે. રિહાનના પિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ અગાઉ પણ તેમના પર છરીથી હુમલો કર્યો હતો. ઘટનાને લઈને સ્થાનિકોમાં પોલીસ કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે.

App Store