Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Fatal attack on father and son with knife and stick in Rajkot

VIDEO: રાજકોટમાં પિતા-પુત્ર પર છરી-લાકડીથી જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 08 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના મોચીબજાર વિસ્તારમાં આવેલા ખાટકીવાડમાં જૂની અદાવતને લઈને પિતા-પુત્ર પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. નોન-વેજના વેપારી ફારુક ચૌહાણ અને તેમના પુત્ર પર લાકડી અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ફારુક ચૌહાણને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં હુમલાખોરોની હરકતો કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે મહેબુબ ઉર્ફે મુકુ, મહેબુબ હાસમ, આફતાબ યુસૂફ અને જાફર યુસૂફ સામે એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી CCTV સહિતના પુરાવાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

App Store