Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Blast in Rajkot hotel, 1 youth dies on the spot

VIDEO : Rajkotની હોટલના રસોડામાં બ્લાસ્ટ, 1 યુવકનું ઘટનાસ્થળે મોત

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ-ભાવનગર રોડ પર આવેલી ઠાકરધણી હોટલના કિચનમાં થયેલા ભયાનક બ્લાસ્ટમાં એક યુવકનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ રાજસ્થાનના અરવિંદસિંહ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તે રાજકોટમાં નોકરી કરવા આવ્યો હતો અને છેલ્લા સાત મહિનાથી હોટલમાં કામ કરતો હતો. કિચનમાં અચાનક બ્લાસ્ટ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વિસ્ફોટનો દ્રશ્ય સ્પષ્ટ દેખાય છે. પિતાના અવસાન બાદ પરિવારની જવાબદારી ઉઠાવી રહેલા યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

App Store