Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Alleged assault on lawyer in Rajkot's university police station: Beating and false case threatened

VIDEO: રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વકીલ પર હુમલાનો આક્ષેપ: મારપીટ અને ખોટા કેસમાં ફસાવવાની ધમકીથી ચકચાર

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટની યુનિવર્સિટી પોલીસ ફરી એકવાર વિવાદમાં આવી છે. રવિ વાઘેલા નામના વકીલે પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે મારપીટ થઈ હોવાના ગંભીર આક્ષેપ કર્યા છે. વકીલના જણાવ્યા મુજબ, તેઓ પોતાના અસીલના કામકાજ અર્થે પોલીસ મથકે પહોંચ્યા હતા, જ્યાં મહિલા પોલીસકર્મીઓ, સ્ટાફ અને પીઆઈએ તેમને ગાળો આપી ડી-સ્ટાફ રૂમમાં ગોંધી રાખી માર માર્યો હતો. વકીલે વધુમાં જણાવ્યું કે તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. હાલ વકીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાના વીડિયો વાયરલ થતા CCTV ફૂટેજના આધારે જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ વકીલ મંડળ દ્વારા ઉઠી છે.

App Store