Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Action taken against mule account holders

Rajkot: મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ કાર્યવાહી, સાયબર ફ્રોડના નાણા મેળવનાર 17 ઇસમો ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 13 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot: મ્યુલ એકાઉન્ટ ધારકો વિરુદ્ધ કાર્યવાહી, સાયબર ફ્રોડના નાણા મેળવનાર 17 ઇસમો ઝડપાયા
સોર્સ : gstv

સાયબર ફ્રોડ દ્વારા છેતરપિંડીથી મેળવેલા નાણાંને સગેવગે કરનાર 'મ્યુલ એકાઉન્ટ' ધારકો વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસે સઘન અભિયાન ચલાવીને મોટી સફળતા મેળવી છે. પોલીસના "ઓપરેશન મ્યુલ હન્ટ" હેઠળ શહેરમાં આંકડો સામે આવ્યો છે કે, સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા કુલ 21 કરોડ રૂપિયા શહેરના અનેક લોકોના બેંક ખાતામાં જમા થયા હતા.

App Store

સાયબર ક્રાઇમ પોલીસે હાથ ધરેલી તપાસમાં જાણવા મળ્યું કે, દેશભરમાં થયેલા સાયબર ફ્રોડની મોટી રકમ રાજકોટ શહેરના લોકોના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ રકમનો કુલ આંકડો ચોંકાવનારો રૂ. 21 કરોડ છે.
પોલીસે આર્થિક લાભ માટે સાયબર ફ્રોડના નાણાં મેળવનાર ઇસમો વિરુદ્ધ ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. પકડાયેલા ઇસમો કમિશનની લાલચમાં આવીને અન્ય લોકોને પોતાના બેંક ખાતા વાપરવા માટે આપતા હતા, જેનો ઉપયોગ ફ્રોડ કરનારાઓ ગેરકાયદેસર નાણાં ટ્રાન્સફર કરવા માટે કરતા હતા. પોલીસે સાયબર ફ્રોડના નાણાં થકી આર્થિક લાભ મેળવનાર 17 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.  તેમની સામે અલગ-અલગ 6 ગુન્હાઓ રજિસ્ટર્ડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.