VIDEO: 'બચાવો'ના અવાજે બચ્યો જીવ, કૂવામાંથી સફળ રેસ્ક્યુ
સોર્સ : gstv
રાજકોટના મોરબી રોડ પર રેલવે ટ્રેક નજીક આવેલા અવાવરુ કૂવામાં છેલ્લા બે દિવસથી ફસાયેલા યુવકનો ફાયર બ્રિગેડે સફળતાપૂર્વક જીવ બચાવ્યો છે.હાઈ પાવર સર્ચ લાઈટ અને દોરડાની સીડીની મદદથી જવાન કૂવામાં ઉતરી યુવકને સુરક્ષિત બહાર લાવ્યો. ઝેરી નાગના ભય વચ્ચે પણ ફાયર જવાનોએ બહાદુરીપૂર્વક કામગીરી કરી હતી. બાદમાં યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. સ્થાનિકોએ ફાયર બ્રિગેડની બહાદુરીને સલામ કરી હતી.

