Rajkot news: વોર્ડ નંબર 15ના કોંગ્રેસી ઉમેદવાર સહિત 20ની અટકાયત, જાણો શું છે સમગ્ર મામલો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઇ ગયું છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું આજે આયોજન થઇ રહ્યું છે. રાજકોટમાં ચાલુ મતદાન વચ્ચે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત 20 લોકોની અટકાયત કરી લેવામાં આવી હતી.
કોંગ્રેસની નેતા સહિત કાર્યકરો પર ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ
આ લોકો પર આરોપ હતો કે તેઓ ચાલુ મતદાન વચ્ચે મતદાન બુથથી 100 મીટરની અંદર પ્રચાર કરી રહ્યા હતા. હાલમાં આ મામલો થોરાળ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. મતદાન દરમિયાન કોંગ્રેસની નેતા સહિત કાર્યકરો પર ચૂંટણીની આચાર સંહિતાનો ભંગ કરવાનો આરોપ લાગ્યો છે.
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 સીટ સામે 236 ઉમેદવારો મેદાને
રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 સીટ સામે 236 ઉમેદવારો મેદાને છે. રાજકોટ જિલ્લામાં આજે 647 બિલ્ડિંગમાં કુલ 1072 બુથ ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. જે પૈકી 81 બિલ્ડીંગના 165 બુથ અતિ સંવેદનશીલ, 159 બિલ્ડિંગના 305 બુથ સંવેદનશીલ દર્શાવવામાં આવ્યા છે. ત્યારે આ તમામ જગ્યા પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે, રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડમાં 72 સીટ સામે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે.

