Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : 2 accused arrested with mephedrone drugs, goods worth ₹2.21 lakh seized

VIDEO: Rajkot SOGનો સપાટો; મેફેડ્રોન ડ્રગ્સ સાથે 2 આરોપીઓ ઝડપાયા, ₹2.21 લાખનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડવા માટે પોલીસ કમિશનરની સૂચના હેઠળ એક્શનમાં આવેલી SOGની ટીમે વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના પંચાયત ચોક નજીકથી મેફેડ્રોન (MD) ડ્રગ્સના જથ્થા સાથે બે પેડલરોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં એક આરોપી તો અગાઉ 8 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે.

App Store

રાજકોટ શહેર SOGની ટીમે પંચાયત ચોક નજીકથી આરોપીઓની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે રાજકોટના મૌલિક જેઠવા અને જૂનાગઢના મયુર ઉર્ફે લાલા જાડાની કરી ધરપકડ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી મૌલિક જેઠવા રીઢો ગુનેગાર છે અને તેની વિરુદ્ધ અગાઉ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 8 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આ ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી રૂ.1.21 લાખના ડ્રગ્સ સહિત કુલ રૂ. 2.21 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.