મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:રાજકોટને મળશે રાહત, સાંઢીયા પુલ તૈયાર: ઉદ્ઘાટનની તારીખ નજીક.

રાજકોટના સાંઢીયા પુલ વિવાદ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ નિવેદન આપ

રાજકોટના સાંઢીયા પુલ વિવાદ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળીયાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આગામી 8 દિવસની અંદર સાંઢીયા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પુલમાં રહેલી તમામ ક્ષતિઓ દૂર કરવામાં આવી છે અને હવે કામ પૂર્ણતાની દિશામાં છે. ચેરમેનના જણાવ્યા મુજબ પુલનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. લોકોને પડતી હાલાકી દૂર કરવી અમારી પ્રાથમિકતા છે અને હવે આ પ્રોજેક્ટમાં વધુ વિલંબ નહીં થાય તેવો દાવો પણ કરવામાં આવ્યો છે. સાથે જ નબળી કામગીરી બદલ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની અને પેમેન્ટ અટકાવવાની પણ ચેતવણી આપવામાં આવી છે. સમગ્ર મામલે તંત્ર સક્રિય બન્યું છે.

આ સમાચાર શેર કરો