Rajkot news: જમીનના ભાવો વધે તે માટે બનાવ્યો 'નકલી નકશો', 24 ગામોનો પણ બારોબાર ઉમેરો કર્યો
ગુજરાતમાં નકલીની બોલબાલા વધી રહી છે. રાજ્યમાં નકલી અધિકારીથી લઈને નકલી કચેરી બાદ હવે રાજકોટમાં

ગુજરાતમાં નકલીની બોલબાલા વધી રહી છે. રાજ્યમાં નકલી અધિકારીથી લઈને નકલી કચેરી બાદ હવે રાજકોટમાં ભેજાબાજોએ રાજકોટ અર્બન ડેવલપમેન્ટનો નકલી નકશો(Fake map) બનાવીને ખુલ્લેઆમ તેને ફરતો કર્યો હોવાનો ખુલાસો થયો છે.આ નકશામાં રાજકોટની આસપાસના 24 ગામોનો બારોબાર ઉમેરો કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ જમીનના ભાવો ઉચકાય તે માટે આ કૃત્ય આચરવામાં આવ્યું છે.
રાજકોટની આસપાસના 24 ગામોનો બારોબાર ઉમેરો કરી દીધો
જમીન સાટા માટે કેટલાક ભેજાબાજોએ રાજકોટ, પડધરી, લોધિકા, કોટડા સાંગાણી સહિતના ગામોને રૂડાની હદમાં બતાવતો નકલી નકશો (Fake map) બનાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નકલીઓની બોલબાલા વધી છે.
બે દિવસથી આ નકલી નકશો ફરી રહ્યો છે
ગ્રામ્ય વિસ્તારમાં જમીનોના ભાવ ઉંચકાય તે માટે નકલી નકશો બનાવી રમત કરવામાં આવી. છેલ્લા બે દિવસથી રાજકોટના સોશિયલ મીડિયા, ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોના તથા ગ્રામ પંચાયતના ગ્રુપમાં આ નકલી નકશો ફરે છે.ત્યારે આ નકલી નકશો બનાવનારા સામે રૂડાના અધિકારીઓએ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ..






