VIDEO: કડીના ડરણ ગામમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં: તંત્રની લાપરવાહી સામે રોષ
કડી તાલુકાના ડરણ ગામે મોડી રાત્રે પડેલા વરસાદને પગલે જ

કડી તાલુકાના ડરણ ગામે મોડી રાત્રે પડેલા વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. ગામના મણિનગર, ખારાઉપર વિસ્તાર તેમજ આંગણવાડી અને પ્રાથમિક શાળા સુધીના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આશરે ૧૩૦થી ૧૪૦ જેટલા મકાનોમાં પાણી ભરાઈ જવાથી સ્થાનિકો અત્યંત પરેશાની ભોગવી રહ્યા છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૧૦ વર્ષથી અહીં વરસાદી પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી. ગંભીર ઈમરજન્સી કે ડિલિવરી સમયે દવાખાને પહોંચવું પણ જીવના જોખમ સમાન બની ગયું છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને વિકાસ માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપ કર્યા છે.



