મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુંદી તાલુકો અલગ બનાવવાની માંગ સામે વિરોધ, 25 ગામના લોકોએ ગોધરા ક્લેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ

ગુજરાતમાં એક તરફ નવા જિલ્લાને અલગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌ

ગુંદી તાલુકો અલગ બનાવવાની માંગ સામે વિરોધ, 25 ગામના લોકોએ ગોધરા ક્લેક્ટર કચેરીએ નોંધાવ્યો વિરોધ

ગુજરાતમાં એક તરફ નવા જિલ્લાને અલગ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ગુંદી તાલુકો અલગ બનાવવાની માંગ સામે વિરોધ દેખાઈ રહ્યો છે. કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા ગુંદી તાલુકો અલગ બનાવવાની માંગ સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર: સચિવાલયના અધિકારીની ઓળખ આપી, સરકારી મકાનની ફાળવણી કરવાના બહાને પડાવ્યા રૂપિયા

મનમાની કરી હોવાના આક્ષેપ

ગુંદી તાલુકો બનાવવાના વિરોધમાં 25થી વધુ ગામના લોકોએ ગોધરા જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યાં હતાં. જિલ્લા કલેકટર કચેરીએ પણ આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા પોતાની મનમાની કરી અલગ તાલુકો બનાવવા માટેની માંગ કરાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

દરખાસ્ત નામંજૂર થાય તેવી માગ

સ્થાનિક ગ્રામજનો આગેવાનોને કોઈપણ જાણ આ બાબતે કરવામાં નથી આવી જેને લઈને સ્થાનિક લોકોએ પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ગુંદી તાલુકો બને તે અમને સહેજ પણ પોસાય તેમ નથી સરકાર આવી દરખાસ્તને નામંજૂર કરે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પોતાનું રાજકીય અસ્તિત્વ કાયમ માટે ટકી રહે તે માટે પોતાનું ગામ ગુંદી તેને તાલુકો બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

આ સમાચાર શેર કરો