VIDEO: અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને પ્રદીપ પરમારે આવકાર્યો
વર્ષ 2008ના અમદાવાદ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટના ચુકાદાને પૂર્વ ગુજરાત સરકારના મંત્ર

વર્ષ 2008ના અમદાવાદ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટના ચુકાદાને પૂર્વ ગુજરાત સરકારના મંત્રી અને બ્લાસ્ટ પીડિત પ્રદીપ પરમારે આવકાર્યો છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનારા આતંકી તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને સેશન કોર્ટના ચુકાદાને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. પ્રદીપ પરમારે આ ચુકાદાને યોગ્ય ગણાવી હાઇકોર્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે રાજ્યમાં આતંકવાદ સામે સરકારની કડક કાર્યવાહીથી કાયદો અને વ્યવસ્થા મજબૂત બની છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે જરૂરી છે.




