Banaskantha news: પૂરની સ્થિતિ પર રાજકારણ તેજ, ભાજપ-કોંગ્રેસના નેતાઓ આમને સામને
Banaskantha news: બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ખાબકેલા મૂશળધાર વરસાદ બાદ પૂરની સ્થિ

Banaskantha news: બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં ખાબકેલા મૂશળધાર વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. હજી વરસાદી પાણી પૂરા ઓસર્યા નથી ત્યારે આ અંગે રાજકારણ તેજ બન્યું છે. મંત્રી જગદીશ વિશ્વકર્મા રાશન કીટ લઈ સુઈગામ વિતરણ કરવા પહોંચ્યા હતા. મંત્રીએ ગેનીબેન ઠાકોર સામે નિશાન સાધ્યું હતું. જ્યારે બીજી બાજું કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં ગત અઠવાડિયામાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં સુઈગામ, ભાભર, થરાદ પંથકમાં હજી સુધી વરસાદી પાણી ઓસર્યા નથી લોકોની ઘરવખરી, ઢોર-ઢાંખર, ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. લોકો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. ત્યારે બીજી બાજું રાજકારણ શરૂ થયું છે. એકબાજું મંત્રી જગદીશ વિશ્વકર્મા રાશન કીટ લઈ સુઈગામ આવ્યા અને ગેનીબેન ઠાકોર કોંગ્રેસ અધિવેશનમાંથી બહાર નથી આવતા હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર આકરાં પ્રહારો કર્યા હતા. સૌથી વધુ પ્રભાવિત સુઈગામ તાલુકામાં ભરડવા ગામમાં મુલાકાત લઈ વહીવટીતંત્રની ઝાટકણી કાઢી હતી. ગેનીબેન ઠાકોરે અતિભારે વરસાદથી સર્જાયેલ તારાજીમાં રાજ્ય સરકારે વિશેષ સહાય પેકેજ આપવાની માંગ કરી હતી. હજુ સુધી તંત્ર દ્વારા ભરડવા ગામમાં કોઈ ફૂડ પેકેટ કે મદદ પહોંચી નથી.




