VIDEO: રાજકોટમાં પોલીસે 450 શંકાસ્પદોનું કર્યું વેરિફિકેશન
ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ રાજકોટ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે 25


ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ રાજકોટ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે 25 જુદી જુદી ટીમ બનાવી રાત્રીના સમયે અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પોલીસે 450 શંકાસ્પદ લોકોનું વેરિફિકેશન કર્યું, જે પૈકી 31 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ 31 પૈકી 5 વ્યક્તિ બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે. પોલીસ આધારકાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરી..પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે બહારથી આવતા લોકોનું વેરિફિકેશન વગર નોકરી કે મકાન ભાડે ન આપવું જોઈએ.




