મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: વિદ્યાર્થીનો આપઘાતનો મામલો, પોલીસે ત્રણ શિક્ષક સામે ગુનો નોંધીને તપાસ કરી શરૂ

રાજકોટ - મોટાવડાની સરકારી શાળાના વિદ્યાર્થીના આપઘાતના કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ

રાજકોટ: વિદ્યાર્થીનો આપઘાતનો મામલો, પોલીસે ત્રણ શિક્ષક સામે ગુનો નોંધીને તપાસ કરી શરૂ

રાજકોટ - મોટાવડાની સરકારી શાળાના વિદ્યાર્થીના આપઘાતના કિસ્સામાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગની ટીમે તપાસ કરી હતી.સ્યુસાઈડ નોટમાં લખવામાં આવેલા બે વિદ્યાર્થીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા. ગામના સરપંચ સહિત અનેક લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા.

પોલીસે આપઘાત માટે મજબૂર કરનાર ત્રણ શિક્ષક સામે ગુનો નોંધ્યો

પોલીસે આપઘાત માટે મજબૂર કરનાર ત્રણ શિક્ષક સામે ગુનો નોંધ્યો છે.સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. શિક્ષકો દોષિત જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ તપાસમાં શિક્ષકો દોષિત જણાશે, તો સસ્પેન્ડ પણ કરવામાં આવશે. પોલીસ તપાસમાં શિક્ષણ વિભાગ સહયોગ આપશે.

શિક્ષકના ત્રાસથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો

મોટાવડાના શાળાના શિક્ષકે પરીક્ષાના પેપર ચેકિંગને લઈને વિદ્યાર્થીને પોલીસની ઘમકી આપી હોવાથી વિદ્યાર્થીએ આપઘાત કર્યો. વિદ્યાર્થીએ સુસાઈડ નોટમાં ત્રણ શિક્ષકોના નામનો ઉલ્લેખ કર્યો છે. જેમાં શિક્ષિકા મોસમીબહેન, વિભુતિબહેન અને શિક્ષક સચિનભાઈ ત્રાસ આપતા હોવાના આક્ષેપ કર્યા છે.

આ સમાચાર શેર કરો