મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ વિરુદ્ધ દુષ્કર્મ મામલો: કેસમાં સમાધાન માટે પોલીસનું દબાણ!, સાક્ષીઓનો ગંભીર આરોપ

અમદાવાદમાં રહેતી અને ભાજપની મહિલા સભ્ય સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્નની લાલચ આપ્યા બાદ ગાંધીનગર સેક્ટર-21માં આવેલા સત્તાવર

ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ વિરુદ્ધ દુષ્કર્મ મામલો: કેસમાં સમાધાન માટે પોલીસનું દબાણ!, સાક્ષીઓનો ગંભીર આરોપ

અમદાવાદમાં રહેતી અને ભાજપની મહિલા સભ્ય સાથે મિત્રતા કેળવ્યા બાદ લગ્નની લાલચ આપ્યા બાદ ગાંધીનગર સેક્ટર-21માં આવેલા સત્તાવર ક્વાર્ટસમાં બોલાવીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે શારિરીક સંબંધ બનાવ્યા હતા. જોકે ત્યારબાદ મહિલાએ ધારાસભ્ય સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું, અને તમામ સંબંધ પણ કાપી નાખ્યા હતા. એટલું જ નહીં પોતે પરિણીત હોવા ઉપરાંત સામાજિક મોભો પણ ધરાવવતા હોવાથી જે થાય તે ભૂલી જવાની ધમકી પણ આપી હતી.

ગજેન્દ્રસિંહ પરમારે રાજકીય દબાણ ઉભું કરતા પોલીસે કાર્યવાહી કરી નહોતી

આ મામલે મહિલાએ સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટે અરજી કરી હતી, અને ગાંધીનગર ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ જાણ કરી હતી. જોકે ગજેન્દ્રસિંહ પરમારે રાજકીય દબાણ ઉભું કરતા પોલીસે કાર્યવાહી કરી નહોતી. જે મામલો ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગ્યા બાદ કોર્ટે ગજેન્દ્રસિંહ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધવા માટે આદેશ આપ્યો હતો. ત્યારબાદ 19મી ઓક્ટોમ્બરના રોજ સેક્ટર-21 પોલીસ મથકે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પણ વાંચો:ટ્રેન સળગાવનારા લોકોની પ્રશંસા, હિન્દુઓને ગુનેગાર દર્શાવાયા, ગોધરા કાંડ અંગેના આ પુસ્તક પર રાજસ્થાન સરકારનો પ્રતિબંધ

ગુનો નોધાયા બાદ ભાજપના ધારાસભ્ય ફરાર

પોલીસે ત્યારબાદ તપાસ શરૂ કરી હતી, જેમાં મહિલાના નિવેદન બાદ 4 સાક્ષીઓના પણ નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જો કે ગજેન્દ્રસિંહના પિતા ઉદેસિંહ પરમારના કહેવાથી કેટલાક પોલીસ અધિકારીઓ સાક્ષીઓ પર દબાણ દાખલ કરીને કેસમાં સમાધાન થાય તે માટે પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા છે, આ સાથે ગુનો નોંધાયા બાદ ગજેન્દ્રસિંહ પરમાર ફરાર થઈ ગયા છે. જો કે પોલીસે તેમને શોધવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. જો કે હ્યુમન અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસની કામગીરી કરવામાંલ આવી છે.

આ સમાચાર શેર કરો