VIDEO: ઓપરેશન મિલાપ હેઠળ પોલીસે 1,470 ગુમ વ્યક્તિઓ શોધી કાઢ્યા.
નાગરિક સુરક્ષા અને પરિવાર પુનઃમિલનની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત પોલીસે એક મહિનાના રાજ્યવ્યાપી ઓપરેશન


નાગરિક સુરક્ષા અને પરિવાર પુનઃમિલનની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત પોલીસે એક મહિનાના રાજ્યવ્યાપી ઓપરેશન મિલાપ દરમિયાન 1 હજાર 470 ગુમ થયેલા વ્યક્તિઓને સફળતાપૂર્વક તેમના પરિવારો પાસે પહોંચાડ્યા છે.7 મેના રોજ શરૂ થયેલી આ ઝુંબેશમાં ગુમ થયેલા કેસોની તપાસ અને સમીક્ષા કરવામાં આવી હતી. વર્ષ 2007થી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 24 હજાર 767 વ્યક્તિઓ ગુમ થયાના રેકોર્ડ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ચાલતી આ કામગીરીમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિકે જણાવ્યું કેઆ ઝુંબેશ પૂર્ણ થઈ છે, પરંતુ તપાસ ચાલુ રહેશે. ગુમ વ્યક્તિઓ ખાસ કરીને મહિલાઓ અને બાળકોને શોધવું પોલીસની પ્રાથમિકતા છે.




