વાપીમાં પોલીસનો વચેટિયો રૂ.5 હજારની લાંચ લેતા પકડાયો, જાણો શું છે સમગ્ર મામલો
વલસાડ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ વાપીના કરવડ ખાતે પોલીસ

વલસાડ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ વાપીના કરવડ ખાતે પોલીસના વચેટિયાને રૂ.૫ હજારની લાંચ લેતા પકડી પાડયો હતો. ગુજરાત બોર્ડર પર ફરિયાદી અને મિત્ર દારૂના નશામાં પકડાયા બાદ પોલીસ ચોકીમાં લઇ જવાયા હતા. બાદમાં પોલીસના વચેટિયા દિપક જીવણભાઇ પટેલ (રહે. કોળીવાડ, વાપી) એ કેસ નહીં કરવા રૂ.10 હજારની માંગણી કરી હતી. બાદમાં રકઝકના અંતે રૂ.5 હજાર આપવાનું નક્કી કરાયું હતું.
જો કે શખ્સ અને માત્ર લાંચની કરાયેલી માંગણીને વશ નહીં થવા અને નાણાં નહી આપવા નક્કી કરી વલસાડ લાંચ રૂશ્વત વિરોધી શાખાને ફરિયાદ કરી હતી.
વલસાડ લાંચ રૂશ્વત વિરોધી શાખાએ વચેટિયાને ઝડપ્યો
જેને પગલે ગઇકાલે બુધવારે બુધવારે વલસાડ જિલ્લા લાંચ રૂશ્વત વિરોધી શાખાના પી.આઇ. જે.આર.ગામીત અને ટીમે છટકુ ગોઠવ્યું હતું. તે દરમિયાન કરવડ ખાતે સાંઇવિહાર રેસીડન્સીમાં આવેલી દુકાન નજીક ફરિયાદીએ દિપક પટેલને રૂ.5 હજાર આપ્યા હતા. જો કે એસીબીની ટીમ દોડી જઇ દિપકને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયો હતો. એસીબીએ આરોપીની ધરપકડ કરી હતી. જો કે વચેટિયા દિપકે કોના કહેવાથી નાણાની માંગણીકરી સ્વિકાર કર્યા તે બહાર આવી શકયું નથી.




