મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

જુનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો, બોક્સાઇડના ટ્રકવાળા પાસેથી ઉઘરાવતો હતો પૈસા

જુનાગઢ માંગરોળના મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. બોક્સાઇડના ટ્રકવાળાઓ

જુનાગઢમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો, બોક્સાઇડના ટ્રકવાળા પાસેથી ઉઘરાવતો હતો પૈસા

જુનાગઢ માંગરોળના મરીન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા છે. બોક્સાઇડના ટ્રકવાળાઓ પાસેથી 6 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. મક્તુપુર ચેકપોસ્ટ પાસે છટકું ગોઠવીને ACBએ પોલીસ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધ હતો.

બનાવની વિગત જોઇએ તો ફરિયાદીના કાકાના દિકરાની ટ્રકો પોરબંદરથી બોક્સાઇડ ભરી અમરેલી ખાતે ખાલી કરવા જતા હતા. બોક્સાઇડ ભરેલ ટ્રકો રોયલ્ટી પાસ તથા અંડરલોડ હોવા છતા આક્ષેપિત ટ્રકો રોકવામાં આવતી હતી. ફરિયાદી આક્ષેપિતને રૂબરૂ મળતા આક્ષેપિતે મક્તુપુર ચેક પોસ્ટ પરથી પ્રસાર થા દેવા માટે એક ટ્રક દિઠ 500 હપ્તા લેખે કૂલ ચાર ટ્રકના ચાર મહિનાના કૂલ 8000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. રકજકના અંતે કૂલ 6,500 લાંચ પેટે આપવાનું નક્કી થયું હતું.

આ લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય જેથી પોરબંદર ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો. 18 ઓક્ટોબરે લાંચનું છટકુ ગોઠવતા ટ્રેપ દરમિયાન આક્ષેપિતે પંચ-1ની રૂબરૂમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી 6,500 રૂપિયા લાંચ પેટે સ્વીકારી પકડાઇ ગયા હતા. રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દૂરઉપયોગ કરી ગુનો કરવામાં આવતા પોલીસ કોન્સ્ટેબલ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો