મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પોલીસ સંભારણા દિવસ: શહીદ જવાનોને નમન

સોર્સ: gstv

અમદાવાદના શાહીબાગ પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ડીજીપી જી.એસ. મલિક અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે શહીદ પોલીસ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. દેશની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવતાં ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનોને યાદ કરી બે મિનિટનું મૌન પાળીને શોક સલામી આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ પોલીસ જવાનોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી અને ગુજરાતમાં નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવવા બદલ પોલીસને અભિનંદન પાઠવ્યાં હતાં. દર વર્ષે 21 ઑક્ટોબરે મનાવવામાં આવતો આ દિવસ પોલીસ જવાનોના શૌર્ય અને બલિદાનને યાદ કરવાનો અવસર છે.

આ સમાચાર શેર કરો