રાજકોટ : 11 વર્ષની સગીરા જેને મામા કહેતી હતી એ જ નરાધમે તેના પર આચર્યું દુષ્કર્મ
રાજકોટમાં દુષ્કર્મની એવી ચોંકવબનારી ઘટના બની છે, જેના વિશે સાંભળીને સૌ કોઈ દંગ રહી જાય. 11 વર્ષની સગીરા જ

રાજકોટમાં દુષ્કર્મની એવી ચોંકવબનારી ઘટના બની છે, જેના વિશે સાંભળીને સૌ કોઈ દંગ રહી જાય. 11 વર્ષની સગીરા જેને મામા કહીને બોલાવતી હતી એ જ નરાધમ શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું છે.
રાજકોટ શહેરમાં 11 વર્ષની સગીરા પર શારીરિક અડપલાં અને દુષ્કર્મ થયું છે, જેમાં પાડોશમાં રહેતા એક પરપ્રાંતીય પુરુષે આ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી છે. આ સગીરા આ પુરુષને મામા કહીને બોલાવતી હતી. આ શખ્સ પાણી આપવાના બહાને સગીરાને ઘરમાં લઈ ગયો હતો અને મોબાઈલમાં બીભત્સ વીડિયો બતાવીને સગીરાના ગુપ્તાંગના ભાગે શારીરિક અડપલાં કરીને દુષ્કર્મ કર્યું હતું.
આરોપી છેલ્લા 3-4 મહિનાથી સગીરા સાથે આ રીતે કુકર્મ કરતો હોવાનું સામે આવ્યું છે. બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે મૂળ મહારાષ્ટ્રના વતની શ્રીનિવાસ યમગરની ધરપકડ કરી છે.






