અમદાવાદ: સાડીના વેપારી સાથે 17.45 લાખથી વધુની ઠગાઈ કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ
અમદાવાદમાંથી ફરી એક વખત સાયબર ઠગની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામમા

અમદાવાદમાંથી ફરી એક વખત સાયબર ઠગની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સાડીના વેપારી સાથે થયેલી સાયબર ઠગાઈ કેસમાં આરોપીની ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. સાડીનાં વેપારી જતીન મગ્નાનીને તેમના પૈસા ડ્રીમ ઈલેવનમાં રોકાણ કરવાથી 40થી 50 ટકા વળતર આપવાની લાલચ આપી 17.45 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી હતી. જે મામલે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં વિરમગામ પોલીસે હરિયાણાથી વેશ પલટો કરી મોહમંદ કેફ મેવુ નામનાં યુવકની ધરપકડ કરી છે.
આરોપીની ધરપકડ કરી તેની પાસેથી ઠગાઈમાં ગયેલા રૂપિયામાંથી 4.50 લાખ રીકવર કરવામાં આવ્યા છે. આરોપી સોશિયલ મીડિયા પર ડ્રીમ ઈલેવન નામનું પેજ બનાવી તે પેજનો રોજ બુસ્ટ કરાવી વધુ લોકો સુધી આવી લોભામણી જાહેરાત પહોંચાડી ફેક નંબરથી લોકોનો સંપર્ક કરી 399 રૂપિયાનાં રોકાણ પર વિજેતા બનાવાનું કહીને 3થી 4 લાખ જીતી ગયા હોવાનું કહીને તે રૂપિયાનાં ટેકસનું કહીને પૈસા પડાવતો હતો. આ મામલે આરોપીની વધુ તપાસ કરી આ રીતે કેટલા લોકોને ઠગાઈનો શિકાર બનાવ્યો છે તે અંગે તપાસ શરૂ કરાઈ છે.




