મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PM મોદી દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે, જાણો શું છે ખાસ આ એન્જિનમાં

Dahod News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર

PM મોદી દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે, જાણો શું છે ખાસ આ એન્જિનમાં

Dahod News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે. દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે. લોકોમોટિવ એન્જિન પર ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ’ લખાશે. દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ 10 હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે જેથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.

મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ: આગામી 10 વર્ષમાં તૈયાર થશે 1200 જેટલા લોકોમોટિવ એન્જિન

દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિન 4600 ટનના કાર્ગોનું વહન કરી શકશે. 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય છે. દાહોદ ખાતે પીપીપી મૉડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં 10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવામાં આવશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે.

દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે, તે 4600 ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે.

સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે, રોજગારીનું માધ્યમ બનશે

સૌથી નીચા બીડર તરીકે બહાર આવેલી મલ્ટિનેશનલ કંપની દ્વારા રેલ્વે એન્જિનના ઉત્પાદન માટે વિવિધ ચીજોની જરૂરિયાત માટે પાવર સેકટર, એન્જિનિયરિંગ સેકટરની નાની-મોટી કંપનીઓ માટે પણ ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે તક ઊભી થશે.

9000 એચપીના 6 એક્સલવાળા ઇલેક્ટ્રિક એન્જિનની સરેરાશ ઝડપ 75 કિ.મી. કલાક રહેશે. પશ્ચિમ બંગાળના ખડગપુર, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ, છત્તીસગઢના રાયપુર અને મહારાષ્ટ્રના પૂણે ડેપોમાં આ એન્જિનનું મેઇન્ટેનન્સ કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો