મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આ કેવો વિકાસ! PM મોદી વૃક્ષો વાવે, સ્થાનિક ભાજપ વૃક્ષ કાપે

ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાનો એક મોટો ભાગ અને ભારત આગની ભઠ્ઠી બની ગયા છે. ઈતિહાસમાં ક્યારેય ન નોંધાયું હોય એવુ

આ કેવો વિકાસ! PM મોદી વૃક્ષો વાવે, સ્થાનિક ભાજપ વૃક્ષ કાપે

ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાનો એક મોટો ભાગ અને ભારત આગની ભઠ્ઠી બની ગયા છે. ઈતિહાસમાં ક્યારેય ન નોંધાયું હોય એવું તાપમાન વિશ્વના વિવિધ સ્થળો પર નોંધવામાં આવ્યું છે. કેટલાક સ્થળે 47થી 50 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભારતમાં સંખ્યાબંધ શહેરોમાં લૂ અને ગરમીના કારણે સંખ્યાબંધ લોકો હીટસ્ટ્રોકનો શિકાર બન્યા છે.  માત્ર દિવસે જ નહીં પરંતુ રાત્રે પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

એક વૃક્ષ માતૃશ્રીના નામે 

આ સ્થિતિમાં વૃક્ષારોપણ, વૃક્ષ ઉછેર થકી ગ્રીન કવર ઉભું થાય એ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે એક વૃક્ષ માતૃશ્રીના નામે માતાની હયાતી કે તેમની યાદમાં વૃક્ષો વાવવાની એક અનેખી પહેલ કરી છે. વડાપ્રધાને હીરાબા માટે અને ગૃહમંત્રીએ કુસુમબા માટે એક વૃક્ષનું ભાવનાત્મક વાવેતર કર્યું છે.

 કોર્પોરેશન 50 વર્ષથી જૂના 80થી વધુ વૃક્ષો કાપીને ફ્લાય ઓવર બનાવાનો નિર્ણય

વડાપ્રધાન અને અમિત શાહ એક બાજું વૃક્ષનું વાવેતર કરી રહ્યા છે, તો તેનાથી વિપરીત અમદાવાદના પાંજરાપોળમાં કોર્પોરેશન 50 વર્ષથી જૂના 80થી વધુ વૃક્ષો કાપીને ત્યાં ફ્લાય ઓવર બનાવાનો નિર્ણય કર્યો છે. આ આયોજનમાં 15 મીટરનો રોડ પાંચ મીટરનો થઈ જવાથી ટ્રાફિકની સમસ્યા હલ થવાને બદલે વકરશે.

આ સમાચાર શેર કરો