મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરેન્દ્રનગરમાં વાવેતર સંકટ

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં અલનીનોની અસરથી શિયાળુ વાવેતર સામે સંકટ ઊભું થયું છે. જિલ્લામાં દર વર્ષે આશરે ત્રણ લાખ હેક્ટરમાં જીરું, ઘઉં, ધાણા, વરિયાળી અને શાકભાજીનું વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધી માત્ર દસ હજાર હેક્ટરમાં જ વાવેતર થયું હોવાનો દાવો છે. આસો મહિનામાં 20થી 25 ડિગ્રી તાપમાન હોવું જોઈએ, પરંતુ ઉનાળા જેવી ગરમી અને ભેજના અભાવે બિયારણ જમીનમાં જ બફાઈ જવાની ભીતિ છે. વઢવાણના પ્રખ્યાત રીંગણના પાકમાં પણ ગરમીને કારણે ઈયળોનો ઉપદ્રવ વધ્યો છે. ખેડૂતોને દર ત્રણ દિવસે દવાનો છંટકાવ કરવાની ફરજ પડી રહી છે, જ્યારે મૂળીના ખેડૂતો ઝાકળના અભાવે વાવેતર નિષ્ફળ જવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ખાતર, બિયારણ અને મજૂરીના ખર્ચની ચિંતા સાથે પિયતના પાણીની અછત પણ ખેડૂતોની મુશ્કેલી વધારી રહી છે. ખેતીવાડી વિભાગે વાતાવરણ અનુકૂળ ન થાય ત્યાં સુધી આગામી 15 દિવસ વાવેતર ટાળવા ખેડૂતોને અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો