સુરતમાં યોજાશે અનોખી દોડ, નદી કિનારેથી કચરો ઉઠાવીને સ્વચ્છતાનો અપાશે સંદેશ
સુરતમાં ફરી એકવાર ઈનોવેટ4ઈન્ડિયા દ્વારા અનોરી દોડ યોજાવા જઈ રહી છે. પ્લોગાથોન 2.0 એ થકી પર્યાવરણ અંગે લોકોને જાગૃત કરવ

સુરતમાં ફરી એકવાર ઈનોવેટ4ઈન્ડિયા દ્વારા અનોરી દોડ યોજાવા જઈ રહી છે. પ્લોગાથોન 2.0 એ થકી પર્યાવરણ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. સાથે જ નદી કિનારાની સ્વચ્છતા તથા પાણીમાં ફેંકાતા કચરાથી થતાં નુકસાન અંગે લોકોને જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવનાર છે. આ દોડમાં અંદાજે 900થી વધુ લોકો કચરો વીણવાની સાથે દોડ લગાવશે.
3 અને 5 કિમી દોડ
સમગ્ર ઈવેન્ટ અંગે જાણકારી આપતાં દિવ્યા કાલરાએ કહ્યું કે, આ એક અનોખી પહેલ છે. ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ પ્લેગાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. 23મી ફેબ્રુઆરીના રોજ સવારે છ વાગ્યાથી અંબિકાનિકેતનથી રિવર ફ્રન્ટ વોક વે પર આ પ્લેગાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 3 કિમી અને 5 કિમી દોડ રહેશે. દોડવીરોને થેલી આપવામાં આવશે. હાથ મોજા પણ અપાશે. જે વધારે કચરો પર્યાવરણને હાનિરૂપ છે તે લઈ આવશે તેમને વિજેતા જાહેર કરાશે.
2 ટન કચરો એકઠો કરવાનો લક્ષ્યાંક
પ્લેગાથોનમાં પાર્ટિસિપેટ થનારા તમામને ટ્રોફી એનાયત કરવામાં આવશે. સાથે જ વિજેતાઓને પણ સન્માનિત કરવામાં આવશે. ગત વર્ષે તાપી નદીમાં 890 કિલો પ્લાસ્ટિક કચરો મળ્યો હતો. ત્યારે આ વખતે મોટી સંખ્યામાં લોકો હાજર રહેનારા હોવાથી 2 ટન પ્લાસ્ટિક કચરાને વાળવાનો વધુ મોટો પ્રભાવ પાડવાનો છે. સુરત પ્લોગાથોન 2.0 ફક્ત એક દોડ નથી; તે કચરો મુક્ત ભારત બનાવવા માટે સ્વચ્છ ભારત અને ફિટ ઇન્ડિયા માટે એક ચળવળ છે.







