મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkanthaમાં પ્રાંતિજ મામલતદાર કચેરીમાંથી લાંચ લેતો પ્યૂન ઝડપાયો

Sabarkantha News: ગુજરાતમાં ઠેકઠેકાણેથી લાંચિયા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ACB

Sabarkanthaમાં પ્રાંતિજ મામલતદાર કચેરીમાંથી લાંચ લેતો પ્યૂન ઝડપાયો

Sabarkantha News: ગુજરાતમાં ઠેકઠેકાણેથી લાંચિયા અધિકારીઓ ઝડપાઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં ACBએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા પટાવાળાને ઝડપી પાડ્યો છે. પ્રાંતિજ મામલતદાર કચેરીમાં સેવકની ફરજ બજાવતો હંગામી કર્મચારી ઝડપાયો છે.

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ મામલતદાર કચેરીમાંથી 2 હજારની લાંચ લેતા મામલતદાર કચેરીનો પ્યૂન રંગેહાથ ઝડપાયો છે. સર્વે નંબરોની જૂની નોંધો કાઢી આપવાના અવેજ પેટે 1 હજારથી 2 હજાર સુધીની લાંચ માગતો હતો. ACB ટીમે છટકું ગોઠવી પિયોનને લાંચ લેતા ઝડપી પાડ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ACB ટ્રેપ થતા લાંચિયા અધિકારી તથા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ સમાચાર શેર કરો